રવિવાર, 24 જુલાઈ, 2011

GUJRATI TRUE STORY







PLEASE READ ITS TRUE STORY...

રંગત ગુલાલની તું પણ છે એક ચીજ ખરેખર કમાલની


ગર્લ્સ હોસ્ટેલના રેકટર સુ.શ્રી. . એમ. પટેલના સત્તાવાર નિવાસસ્થાનનો લેન્ડલાઇનવાળો ફોન રણકી ઊઠ્યો. મેડમે દીવાલ ઉપરની ઘડિયાળમાં જોયું. રાત્રિના દસ વાગ્યા હતા. ‘અત્યારે કોણ હશે?’ એવું બબડીને, ચિડાઇને એમણે ફોન રિસીવ કર્યો, ‘હેલ્લો! કોણ?’‘હેલ્લો, ગુડ મોર્નિંગ, મેમ, હું…’ સામેથી કોઇ પુરુષ સ્વર સંભળાયો.
મેડમે એનું વાક્ય કાપી નાખ્યું, ‘ગુડ મોર્નિંગ નહીં, ગુડ ઇવનિંગ કહો! અત્યારે રાતના દસ વાગ્યા છે, સવારના નહીં.’‘ઓહ, આઇ એમ સો સોરી, મેમ! હું અમેરિકાના ઓહાયોથી બોલી રહ્યો છું એટલે મને ખ્યાલ રહ્યો કે ત્યાં ઇન્ડિયામાં અત્યારેએની વે, આપણે મોર્નિંગ-ઇવનિંગના ઝઘડામાં નથી પડવું, એકલુંગુડતો ચાલશે ને?’‘ચલાવી લઇશ.’ જાણે ઉપકાર કરતાં હોય એમ મેડમે હસી લીધું.
પછી પૂછી લીધું, ‘કોની સાથે વાત કરવી છે?’‘લહર સાથે. લહર પટેલ. રૂમ નંબર દસ.’ સામેના છેડાએ પૂરી માહિતી આપી દીધી. મેડમે તરત છાત્રાલયમાં કામ કરતી મંગુબાઇને આદેશ આપ્યો, ‘દસ નંબરવાળી છોકરીને બોલાવી આવ! કેજે કે એના માટે ફોન છે.’ પછી બબડ્યાં, ‘આવડી અમથી અંગૂઠા જેવડી છોકરીને અમેરિકાથી ફોન આવવા માંડ્યા! જુવાન થશે ત્યાં સુધીમાં તો ભગવાન જાણે શું થશે!’ રિસીવર એમણે બાજુ પર મૂકી દીધું.
લહર આવી. દસેક મિનિટ વાત કરી, પછી ફોન પૂરો કર્યો. જ્યાં જવા માટે ઊભી થઇ, તરત મેડમે એને પૂછી લીધું, ‘કોનો ફોન હતો?’‘મારા મોટાભાઇનો, મેડમ! અમેરિકામાં રહે છે.’ લહરના બોલવામાં ભાઇ પ્રત્યેનો આદર અને અમેરિકા પ્રત્યેનો અહોભાવ જોઇ, વાંચી અને સાંભળી શકાતો હતો.સાચી બનેલી ઘટના છે. ખેડા જિલ્લાના ખૂબ જાણીતા શહેરની ગર્લ્સ હોસ્ટેલની વાત છે. છાત્રાલય માત્ર છોકરીઓ માટેનું હતું. એમાં રહેતી છોકરીઓની ઉંમર તેરથી સત્તર વર્ષની વચ્ચેની હતી. આજુબાજુનાં ગામડાઓમાં રહેતી કિશોરીઓ હાઇસ્કૂલમાં ભણતી હતી અને છાત્રાલયમાં રહેતી હતી.
રેકટર તરીકે સ્વાભાવિક રીતે પીઢ અને કડક શિસ્ત ધરાવતી મહિલા ચાલી શકે. રેકટર મેડમ ઉંમરની બાબતમાં બહુ મોટાં હતાં. માંડ પચીસેકનાં હશે, પણ મિજાજના બહુ કડક હતાં. ઉપરાંત તે કુંવારાં હતાં, એટલે ગર્લ્સ હોસ્ટેલમાં પતિના નામે પણ કોઇ પુરુષનો પ્રવેશ થવાનો હતો.લહર તો એના ભાઇની સાથે વાત કરીને ચાલી ગઇ, પણ મેડમ એમ કંઇ એની વાત સાચી માનીને થોડાં બેસી રહે? એમણે બીજા દિવસે બીજી છોકરીઓને આડકતરી રીતે પૂછી લીધું, ‘ લહર તારી બહેનપણી છે, નહીં? સારા ઘરની છોકરી લાગે છે.’
જેને પૂછે તે આવો જવાબ આપે, ‘હા, મેડમ! લહર બહુ સારી ને સંસ્કારી છોકરી છે. એનાં મા-બાપ અત્યાર સુધી એટલાં બધાં પૈસાદાર હતાં, પણ લહરનો મોટોભાઇ અમેરિકા ગયો ત્યારથી એમની આર્થિક સ્થિતિ…’મેડમને જે જાણવું હતું તે જાણવા મળી ગયું. તો વાત સાચી કે લહર ઉપર આવતો ફોન-કોલ એના મોટાભાઇનો છે.અમેરિકાથી આવતા ફોન-કોલ્સનો સિલસિલો જારી રહ્યો. પણ મેડમને ફરિયાદ વાતની હતી કે લહરના મોટાભાઇનો ફોન હંમેશાં રાતના દસ-સાડા દસ વાગ્યે આવતો હતો. મેડમે પોતાની નારાજગી એકાદ વાર લહર સમક્ષ જાહેર પણ કરી દીધી, ‘તારા ભાઇને કહે ને કે જરાક વહેલા કોલ કરે!’
લહરે રોકડું પરખાવી દીધું, ‘સોરી, મેડમ! બોર્ડ ઉપર લખેલો નિયમ તો રાતના બાર વાગ્યા સુધી ફોન કરવાની છુટ આપે છે.
તમારે આપણા સમયનો વિચાર કરતાં પહેલાં અમેરિકાની ઘડિયાળની ફિકર પણ કરવી જોઇએ.’મેડમ ત્યારે તો ચૂપ થઇ ગયાં, પણ પછીના પહેલા ફોન વખતે ફરિયાદ લહરના મોટાભાઇ આગળ કર્યા વિના રહ્યાં, ‘જુઓ, મિ…! એક ગર્લ્સ હોસ્ટેલ છે અને અહીંના કેટલાક નિયમો છે જેનું પાલન કરવાનું ફરજિયાત છે.’મોટોભાઇ જબરો નીકળ્યો, ‘પણ હું ક્યાં તમારી હોસ્ટેલમાં રહું છું? અને હું ક્યાં ગર્લ છું?’‘એમ નહીં!’ મેડમ ઝૂંઝલાઇ ઊઠ્યાં, ‘તમારી બહેન તો છોકરી છે ને? તો અમારી હોસ્ટેલમાં રહે છે ને? તમે દર વખતે આમ મોડી રાતે એને ડિસ્ટર્બ કરો તે યોગ્ય નથી.’
તમને લહરે કહ્યું કે મારા ફોનથી ડિસ્ટર્બ થાય છે?’‘ના, એવું નથી, પણ…’ મેડમ મૂંઝાઇ ગયાં.‘તો કેવું છે એની મને ખબર છે. તમે સાફ-સાફ એમ કેમ નથી કહેતાં કે હું ફોન કરું છું એનાથી લહરને બદલે તમને ખલેલ પહોંચે છે?’‘હા, મને ખલેલ પહોંચે છે. આટલી મોડી રાતે તે કંઇ…?’‘જસ્ટ મિનિટ! દસ વાગવા કંઇ આટલી મોડી રાત ગણાય! મને લાગે છે કે તમને ઉજાગરાની આદત નથી!’
તમને બહુ આદત લાગે છે ઉજાગરાઓ કરવાની!’‘આદત? અરે, મેમ! હું તો ઘુવડ છું ઘુવડ! હું જ્યારે પી. પી. પટેલ છાત્રાલયમાં રહીને ભણતો હતો ત્યારે રાત વાંચવામાં ખેંચી કાઢતો હતો.’‘પી. પી. પટેલ છાત્રાલય? તમે કઇ કોલેજમાં ભણતા હતા?’‘કે. કે. સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ!’‘તમારું નામ?’‘ત્યાં હતો ત્યાં સુધી આકાશ પટેલ હતો, અમેરિકામાં આવીને અક્કી બની ગયો છું. પણ તમે બધું શા માટે પૂછી રહ્યાં છો?’‘મારું નામ અક્ષરા છે. નામની કોઇ છોકરી યાદ આવે છે?’
કોણ, માણેકલાલ પટેલની છોકરી?! ભાદરણથી આવતી હતી તે? તું મને એવું પૂછે છે કે અક્ષરા યાદ છે કે નહીં? જો તું અક્ષરા હોય તો મારો જવાબ છે: હું તને ભૂલવા માટેના એક માત્ર ઉદ્દેશ્યથી તો ભારત છોડીને ભાગ્યો છું અને છતાં આજ સુધી તને ભૂલી શક્યો નથી. મને યાદ છે કે તું પરીક્ષાના દિવસોમાં પણ મોડી રાત સુધી જાગીને વાંચી શકતી હતી…’
હા, અને તું મને રોજ કહેતો હતો કે દરેક મા-બાપે પોતાની દીકરીને ઉજાગરો કરવાની ટેવ પાડવી જોઇએ.’‘તદ્દન સાચું. આપણા દેશમાં છોકરીઓ વ્રત રાખે છે ત્યારે જે જાગરણ કરે છે એની પાછળનું છુપું કારણ મને તો લાગે છે. દીકરી સાસરે જાય પછી મોડી રાત સુધી ઘરનું કામ ચાલતું હોય અને પછી જો વર રસીકડો મળ્યો હોય તો બાકીની રાત…’‘બસ! બસ! પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપ! જો તું મને પ્રેમ કરતો હતો, તો વખતે કહ્યું કેમ નહીં?’‘હિંમત હતી. આકાશ પાસે પ્રેમિકા હતી, પણ હિંમત હતી, અક્કી પાસે હિંમત છે, ત્યારે પ્રેમિકા નથી.’
ના, એવું નથી, આકાશ! ક્ષણે તારી પાસે બેય ચીજ હાજર છે. પણ સમય બહુ ઓછો છે. હું લહરને મેસેજ મોકલાવું ને તે આવે ત્યાં સુધીમાં તું જે કહેવું હોય તે કહી શકે છે.’‘ તો છેલ્લે કહેવાનો છું, પહેલાં મારી શરત સાંભળી લે! હું જાગેડુ માણસ છું. ઘુવડની જેમ રાત આખી જાગું છું. તારે પણ આખી રાત જાગવાની ટેવ પાડવી પડશે. બોલ, શરત કબૂલ છે?’‘હા, શરત પણ કબૂલ છે અને શાદી પણ કબૂલ!’ અક્ષરાના ગાલ આટલું બોલતાંમાં તો લાલ-લાલ થઇ ગયા. ક્ષણે ત્યાં પહોંચી ચૂકેલી લહરે જોયુંયે ખરું અને છેલ્લા શબ્દો સાંભળ્યા પણ ખરા! એણે પૂછ્યું, ‘મેડમ, કોનો ફોન છે?’ મેડમે જવાબ આપ્યો, ‘એમનો!’
(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)

ખૂબ ઊંડો છે કૂવો, ખૂબ ઊંડા તળ હવે


લકઝરી બસે અમદાવાદ છોડ્યું તે પહેલાં ખંજન ખીમાણીએ પોપચાં ઢાળી દીધાં. બારીના ટેકે માથું ગોઠવ્યું ને ભૂતકાળના ટેકે વિચારોને ગોઠવ્યા. ત્રીસ વર્ષ પહેલાં છુટી પડી ગયેલી પ્રેમિકાએ એના દિમાગનો કબજો લઇ લીધો. આમ તો રોજ યાદ આવ્યા કરતી હતી, પણ આજે વધારે સાંભરી આવી, કારણ કે વરસો પછી ખંજન આજે ભુજ જઇ રહ્યા હતા. ભુજમાં એમની ખામોશી પહેલીવાર મળી હતી અને ભુજથી એને ખોઇ બેઠા હતા.
ભાઇ, તમારું અમદાવાદ તો ભારે મોટું! શહેરમાંથી બહાર નીકળવામાં કલાક લાગી જાય…’ કોઇ એને ઉદ્દેશીને બોલતું હોય એવું લાગ્યું, એટલે ખંજન ખીમાણીએ પોપચાંની બારીઓ અડધી-પડધી ઉઘાડી. જોયું તો બાજુમાં કો દાધારંગો આદમી બેઠો હતો. આવા માણસો વાતોડિયા પણ બહુ હોય. જાણ, પીછાણ, તોયે વાતો કર્યા કરે. ખંજનને આવા લોકોનો બહુ બહોળો અનુભવ હતો.
બસની મુસાફરીઓ બહુ કરી હતી! એણે ખાસ ભાવ આપ્યો. માથું હલાવીનેહોંકારોભણી દીધો. પાછી આંખો વાસી દીધી. પ્રેમિકાનું એક જબરું સુખ હોય છે. આમ ભલે જિંદગીમાંથી અર્દશ્ય થઇ ગઇ હોય, આંખો ફાડી-ફાડીને એને શોધ્યા કરો તોયે જડે નહીં, પણ જેવી આંખો બંધ કરો કે તરત હાજર થઇ જાય! ખામોશી પણ થઇ ગઇ. એવી ને એવી , જેવી એંસીની સાલમાં એને જોઇ હતી.
તું ક્યાં ચાલી ગઇ હતી, ખામોશી? આટલાં વર્ષોમાં ક્યારેય ફોન પણ કર્યો! પરણી ગઇ છે? તારા વરનું નામ શું છે? છોકરાં-છૈયાં કેટલાં?’ ખંજને મોઢાની મશીનગનમાંથી સવાલોની ગોળીઓ વરસાવી દીધી. ખામોશીએ જવાબ આપવા માટે હોઠ ઉઘાડ્યા. ખંજન ખીમાણી ખળભળી ગયા. પરવાળા જેવા હોઠમાંથી આવો પથ્થરિયો અવાજ?! ‘ બારી સહેજ ઉઘાડી રાખો ને?’ ખંજને ફટાક દઇને આંખો ખોલી નાખી, જોયું તો ખામોશી ખામોશ હતી અને સામેની સીટ ઉપર બેઠેલો બારદાન પૂછતો હતો, ‘ બારી થોડીક અમથીઝાઝી નહીંમને શું છે કે બંધ બારીએ ગૂંગળામણ થઇ આવે છે…’
ખંજનને આવું કહી નાખવાની જોરદાર ઇચ્છા થઇ આવી,‘ મને તમારો અવાજ સાંભળીને ગૂંગળામણ થઇ આવે છે.’ પણ બોલ્યા નહીં. અને અડધી બારી ખોલી નાખી. ફરી આંખનાં ઢાંકણ બંધ થયાં ને દિમાગનાં કમાડ ખૂલી ગયાં. ખંજન ખીમાણી પચાસમાંથી પળવારમાં વીસ વર્ષના બની ગયા. ભુજની કોલેજના મેદાનમાં ઊભા રહી ગયા. સામે ઊભી હતી ખામોશી. હસતી, શરમાતી, પવનમાં ઊડી જતા દુપટ્ટાને ફરી પાછો છાતી ઉપર ગોઠવતી અને થોડી-થોડી વારે વિના કારણ માથાના વાળમાં ખોસેલા ગુલાબના ફૂલને સરખું કરવાનો પ્રયત્ન કરતી ખામોશી.
કેટલા માકર્સ આવ્યા, ખંજન?’ પૂછીને એણે દુપટ્ટો સરખો કર્યો.‘અઠ્યાસી ટકા. તારે…?’‘પાંસઠ ટકા. અમે કંઇ તારી જેટલી મહેનત નહોતી કરી.’‘માકર્સ માત્ર મહેનત કરવાથી નથી આવતા, એના માટે બુદ્ધિ હોવી પણ જરૂરી છે.’ ‘સારું! તો પછી અમારા જેવી ઠોઠ છોકરીના પ્રેમમાં શા માટે પડ્યા?’‘પ્રેમમાં પડવા માટે છોકરીનું દિમાગ જોવાય, માટે તો છોકરીનું રૂપ અને ફિગર…’‘યુ શટ અપ! છોકરાઓની તકલીફ છે, લોકો ક્યારેય ચામડીની સપાટીથી ઊંડે તો જઇ શકે છે, જોઇ શકે છે!’ ખામોશીએ ગુલાબ ઉપર હાથ અડકાડી લીધો.
અને છોકરીઓની તકલીફ છે કે તમે લોકો ગમે તેવી હળવી વાતને પણ ગંભીરતામાં પલટાવી નાખો છો! કેવો મજાનો મૂડ હતો! પળવારમાં બગાડી નાખ્યો! ચાલ, હવે કંઇક સુંદર રોમેન્ટિક વાત કર!’ ખામોશી શરમાઇ ગઇ, ‘એક વાર આપણાં લગ્ન થઇ જવા દે, પછી તો આખી જિંદગી રોમાન્સ રોમાન્સ હશે..તું તો મોટો ભણેશરી છે ને! એટલે મોટો સાહેબ બની જવાનો!’ ખામોશી બંધ આંખે ભવિષ્યનું ર્દશ્ય વર્ણવી રહી હતી, ‘હું તારા માટે ભાવતાં ભોજન બનાવીને રોજ બપોરે તારી રાહ જોતી રહીશ.
તું ઓફિસેથી આવે, પછી આપણે સાથે જમીશું. એક થાળીમાં …’‘અચ્છા! ચાલ, મને કહે કે તું કઇ-કઇ વાનગી રાંધીશ મારા માટે?’ ખંજન ખીમાણીએ પૂછી તો નાખ્યું, પણ પછી જે જવાબ સાંભળવા મળ્યો એનાથી ચોંકી ગયો. સવાલ પુછાયો હતો પોયણી જેવી પ્રેમિકાને, પણ જવાબ મળ્યો કાળમીંઢ ખડક ઉપર વીંઝાતા હથોડા તરફથી! ‘ઊના-ઊના બાજરાના રોટલા ને રિંગણનું ભડથું! લ્યો, હવે ઊતરો હેઠા! ચોટીલા આવ્યું. બસ આંહી કેડે અડધો કલાક ઊભી રેશે! ચોટીલાના ઓળો-રોટલા એક વાર ખાશો પછી જિંદગીભર નંઇ ભૂલો!’ઝટકા સાથે આંખો ઊઘડી ગઇ.
સામે પેલો અણઘડ ઊભો હતો. ખિખિયાટા કરતો, કાનમાં આંગળી નાખીને કારણ વગર ફેરવતો, ભૂખ લાગી હોય તો પણ ભોજન માટે આગ્રહ કરતો!ખંજન ખીમાણીથી હવે રહેવાયું. તપી ગયા, ‘ભાઇ, મેં તમારો કંઇ ગુનો કર્યો છે? તમારા પૈસા ઉછીના લઇને પાછા નથી વાળ્યા? તમે રસ્તે ચાલતાં જતાંતાં ને મેં બે પગ વચ્ચે સ્કૂટર ઘુસાડી દીધું છે? નહીં ને? તો પછી ક્યારના શું કામ મારી ખેધે પડી ગયા છો? તમે જોતા નથી હું આંખ બંધ કરીને…?’ પેલો ડઘાઇ ગયો.
એના ચહેરા ઉપર માફીની માગણી ઊભરી આવી, ‘ સાબ, મને શું ખબર કે તમે થાક્યા હશો ને તમને ઊંઘ આવતી હશે! મારા મનમાં એમ કે બસમાં જ્યાં લગી સાથે છીએ ત્યાં સુધી આપણે બધાંય એક માળાનાં પંખી કેવાઇએ. તમને કંટાળો આવે એટલા હારુ હું તો વાતો કરતોતો. હવે પછી જો એકેય શબ્દ બોલું તો ફટ કેજો!’ તો રિંગણાનો ઓળો ને બાજરાનો રોટલો ખાવા માટે બસમાંથી ઊતરી ગયો, પણ ખંજનનો ભોજનથાળ ઊંધો વાળતો ગયો. મોટાભાગની બસ ભોજન માટે ખાલી થઇ ગઇ હતી.
ખંજન એકલો આસમાનમાં પથરાયેલા આથમતા સૂરજનાં ઉદાસ કિરણોને તાકતો બેસી રહ્યો. ખૂબ કોશિશો કરી, અનેક મથામણો કરી, પણ તૂટેલું ર્દશ્ય ફરી પાછું સંધાયું તે સંધાયું. વાંકાનેર ગયું, મોરબી ગયું ને ભચાઉ પણ ગયું. હવે ઊંઘ નહોતી આવતી અને ખામોશી પણ નહોતી આવતી. સામે બેઠેલા અડબંગ આદમીએ વિચારોની આખી રંગોળી વીખી નાખી હતી. ખંજન ખીમાણી દાંત ભીંસીને એની સામે જોઇ રહ્યા, હોઠ ભીંસીને બેઠા રહ્યા.
પેલો અડબંગ પણ ખંજનની નારાજગી હવે સમજી ગયો હતો. છેક ભચાઉ સુધી એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના બસી રહ્યો. ભચાઉ છોડીને બસ ભુજના રસ્તે આગળ વધી, ત્યારે એણે શર્ટના ખિસ્સામાંથી સેલફોન બહાર કાઢ્યો. કોઇની સાથે મોટેથી વાતો કરવા લાગ્યો, ‘રવજીકાકા, હું દુર્લભજી બોલું છું. અમારી બસ લગભગ અડધા કલાક પછી ભુજ આવી પહોંચશે. તમે લેવા માટે આવવાના ને? ના, ખામોશીબેનને મોકલતા. ઠંડી વધારે છે અને મોડુંયે થયું છે. ભલેને ગાડીમાં આવવાનું હોય, પણ બેનને મોકલશો. તમે આવજો.
લ્યો ત્યારે, ફોન મૂકું છું…’ખંજન ખીમાણી ટટ્ટાર થઇ ગયા. ખામોશી? અને રવજીકાકા? તો ! એનો અર્થ થયો કે હજુ સુધી કુંવારી છે અને પિયરમાં …? મારે આટલાં વરસોમાં ક્યારેય ભુજ આવવાનું નથી બન્યું એટલે એની ભાળ મળી. કદાચ એના પપ્પાએ ઘર બદલી નાખ્યું હશે. પણ સામે બેઠેલો અડબંગ મારી ખામોશીને કાર લઇને બસ અડ્ડાપર આવવાની મનાઇ શા માટે કરે છે?! એને ચીસ પાડીને કહેવાનું મન થઇ ગયું, ‘હે ભાઇ! હે મહાપુરુષ! તારી મુઢ્ઢીઓ સાચાં મોતીઓથી ભરી દઉં, તું પાછો ફોન લગાડ! રવજીકાકાને કહી દે કે સાથે મારી ખામોશીને પણ લેતા આવે. જિંદગીમાં એક વાર એને…’ પણ એની સામે જુએ તો કંઇક વાત થાય ને? બસ દોડતી રહી, દોડતી રહી, દોડતી રહી!
(શીર્ષક પંક્તિ : ગિરીશ પરમાર)


આંખ ભટકતાં થાકી ગઈ, પ્રેમનો પોરો ખાવો છે; કોઈ દિલની સરાઈ છોડીને, ગલીઓમાં ગુજારો શા માટે ?


મદાવાદથી સવારના સાત વાગે ભાડાની કાર લઈને નીકળેલો પ્રેમ પટેલ બપોરે સાડા બાર વાગ્યે સુખપર ગામના પાદરે આવેલા લીમડાના ઝાડ નીચે આવીને ઊભો રહ્યો.

સાહેબ, ગાડી ગામમાં લઈ લઉં કે પછી અહીં ઊભી રાખવી છે ?” ભાડાના ડ્રાઇવરે લૂચક રીતે પૂછયું. એની થાકેલી નજર લીમડાનો છાંયો જોઈને લલચાઈ ગઈ હતી. ગામમાં નાખી નજર પહોંચે ત્યાં સુધી આવું શીળું પાર્કિંગ એને દેખાતું હતું.
પ્રેમનું ચાલ્યું હોત તો એણે પણ ડ્રાઇવરના મનની વાત માની લીધી હોત. ગામની બહાર ઉભો રહે પ્રેમને ફાવતી વાત હતી. પણ એક તોગામ હજી થોડુ દૂર હતું અને ઉપરથી વૈશાખનું ઉઘાડું આકાશ અંગારા વરસાવી રહ્યું હતું. ત્યાં સુધી પગે ચાલવામાંસનસ્ટ્રોકલાગી જવાનો ભય હતો.
ગાડી ગામમાં લઈ લે. કૂવો આવે ત્યાં સુધી. ડાબા હાથે સરપંચની ઓફિસ આગળ લીંબુડી છે એના છાયામાં ઊભી રાખજે. લઈ લે, ચાલ…” પ્રેમે જાણકારની અદાથી કહ્યું.
પહેલાં આવી ગયા લાગો છો ગામમાં…!” ડ્રાઇવરે કાંકરીવાળા કાચા રસ્તા પર સેકન્ડ ગીયરમાં ગાડી લેતાં પૂછયું, ”મોસાળ છે કે પછી…?”
હેં…!” પ્રેમ ચમકી ગયો, પણ પછી ચમકની સાથે-સાથે એણે અવાજને પણ સાચવી લીધો : ”ના, ના ! એવું નથી, પણ દૂરનુંસગું છે. બાજુ નીકળ્યા છીએ તો થયું કે મળતા જઈએ. બસ, કૂવો આવી ગયો. અને પેલી રહી લીંબુડી. તું બીડી પી, એટલીવારમાં હું આવું છુંમિત્રને મળીને !”
ડ્રાઇવરે બીડી કાઢીને સળગાવી. હોઠમાં બીડી અને દિમાગમાં પ્રશ્ન સળગી રહ્યો હતો : ”હમણાં કેતાતા કે દૂરનું સગું છે અને હવે કેછે મિત્ર ! આમાં સાચું શું સમજવું ?”
પ્રેમ પટેલનું મૂળ નામ પ્રેમજી પટેલ. રંગપુરના મુખી શંકર પટેલનો દીકરો. અમેરિકા જઈને કમાયો. પ્રેમજીમાંથીજીકાઢી નાંખ્યું. ઇન્ડિયન હતો હવે અમેરિકન બની ગયો. સસલી જેવી ધોળી પત્ની અને રૂના પોલ જેવા બે છોકરા હતા. એંશીની સાલમાં દેશ છોડયો હતો. હવે બે દાયકા પછી પાછો આવ્યો હતો. હમણાં બે દિવસ પહેલા સી. જી. રોડ પર આવેલા રેડીમેડ કપડાંના શાઁ-રૂમમાં ધરમશી ભટકાઈ ગયો એને પૂછયું કે તારા શું કરે છે ત્યારે ખબર પડી તો…!
પ્રેમ ધોમધખતા તડકામાં બોચીમાં ફૂટતો પસીનો લૂછતો, ધૂળમાં ખૂંપી જતા પગને બહાર કાઢતો, આમતેમ ડાફોળિયા મારતો આગળ વધ્યો. કેટલું બધું બદલાઈ ગયું છે સુખપર ! અને છતાં યે કયાં કશું બદલાયું છે ! વૃક્ષો થોડા વૃદ્ધ થયા છે; અને જમીન સહેજ વધુ લૂક્કી ! માણસો પણ લૂક્કા બની ગયા છે. પ્રેમને યાદ આવ્યું, વીસ વરસ પહેલાં પોતે કાઁલેજના મિત્રોને સાથે લઈને એન.એસ.એસ.ની સફાઈ ઝુંબેશ માટે સુખપર ગામ આવ્યો હતો, ત્યારે માણસો કેવા લીલા-છમ્મ હતા ! અને હવે ? હવે એને આવકારો દેવા માટે ચકલું સુધ્ધાં ફરકતું નહોતું. ગરમ હવાનો સપાટો વિંઝાયો અને ધૂળની ડમરી ચઢી. ગામડાની બપોર અત્યારે પણ એવી ને એવી રહી હતી, દઝાડનારી.
પ્રેમને યાદ આવ્યું; વીસ વરસ પહેલાં જ્યારે એણે સુખપરમાં પગ મૂકેલો ત્યારે સવાર હજુ તો એની આંખો ઊધાડી રહી હતી. ગામડું મીઠા લૂરમાં જાગી રહ્યું હતું અને વાતાવરણ ગાજી રહ્યું હતું. વીસ જણાની ટુકડી સીધી સરપંચની આઁફિસે પહોંચી ગઈ હતી.
શહેરમાંથી આવીએ છીએ. સફાઈ કરવા આવ્યા છી. અમને કામ બતાવો, ગામ બતાવો, ગામના મુખ્ય રસ્તાના નામ બતાવો.”
સરપંચ હસી પડયા હતા. શહેરથી આવેલા ભણેલાં સફાઈ-કામદારોને જોઈને એમને રમૂજ થયેલી એમને ખબર હતી કે બધા આરંભે શૂરા હતા એક બાજુ એમણે કામની વહેંછણી કરી આપેલી અને બીજી બાજુ એમના માટે જમવાનું બનાવવાની તૈયારીઓ શરૂ કરાવી દીધેલી.
પટેલવાસમાં જનારી ટુકડીનો આગેવાન પ્રેમજી હતો. ખડતલ હતો અને તરવરીયો પણ ! મૂળ ગામડાનો હોવાને કારણે અહીંના રીતરિવાજથી પરિચિત પણ ખરો. એના હાથ નીચેની ટુકડી બરાબર કામે વળગી ગઈ, ત્યારે પંચાલના ઘરે પૂછપરછ કરવા ઊભો રહ્યો : ” શેરીમાં કરસન પટેલ રહે છે ? એમની દીકરી તારા અમારી સાથે કોલેજમાં હતીગયા વરસે…! હવે તો ભણતાં ઊઠી ગઈ છે.”
જવાબમાં તારાના ઘરની ભાળ મળી. ત્રીજી મિનિટે પ્રેમજી તારાના ઘરની પરશાળમાં ઊભો હતો. તારાની મા ગયા વરસે મરી ગઈ હતી. બાપુ ખેતરમાં ગયા હતા. તારાને તાવ ચડયો હતો એટલે પથારીમાં લૂતી હતી.
પ્રેમજીને જોઈને બેઠી થઈ ગઈ : ”આવો ને અંદર. તમે કયાંથી ? આમ અચાનક..!” પ્રેમજીને જોઈને તારાનો તાવ વધી ગયો કે પછી એવું એને લાગ્યું હતું ?
યાદ કરતીતી મને ?” પ્રેમજી અંધારીયા ઓરડામાં ઘૂસ્યો : ”મને તો એમ કે સાવ ભૂલી ગઈ !”
એમ તે કાંઈ હોતું હશે ?” તારાની આંખો અમાસના તારોડિયાની જેમ ચમકી રહી : ”કોલેજ છોડી છે, તારી યાદને નહીં.”
અને પછી સંવાદો શમી ગયા, જોબનને જીભ ફૂટી. વહેલી સવારની આછી ચહલપહલ વચ્ચે કોઈને કશી ગંધ પણ આવી; તારાનાં ઘરનાં કમાડ ધીરેકથી વસાયા અને બે ઉન્મત્ત દેહોના ભોગળ ખૂલી ગયાં.
હાંફતી તારાએ બારણું ઉઘાડતાં પૂછી લીધું : ”લગ્ન તો કરીશને મારી સાથે ? ભૂલી તો નહી જાય ને ?”
એમ તે કંઈ ભૂલી જવાતું હશે ?” પ્રેમજીની આંખોમાં ભોજન કરી લીધા પછીનો ઓડકાર હતો : ”તને ભરેલી બથ છોડી છે, તારી યાદને નહીં.” અને બંને જણ હસી પડયા. તારાએ માન્યું કે વચન છે અને પ્રેમજીને સંતોષ થયો કે એનાથી સરસ વાકય બોલાઈ ગયું. આવા ઓડકારના સમયે આવા ચબરાકીભર્યા વાકયો પ્રેમિકાને માનસિક સંતોષ આપતા હોય છે !
પછી ગામની સફાઈ પતાવીને જમી-કારવીને બધાં રવાના થઈ ગયાં. પછી તો કાઁલેજ પૂરી કરીને પ્રેમજી ઇમીગ્રેશન વિઝા હેઠળ અમેરિકા ચાલ્યો ગયો. પ્રેમજી મટીને પ્રેમ બની ગયો અનેપ્રેમને ભૂલી પણ ગયો. પછી છેક આટલા વરસે
મેમાન સો ? કોના ઘીરે જાવું સે ?” પ્રેમ ચોંકી ગયો. કોઈ આધેડ ગામડીયો આદમી એને પૂછી રહ્યો હતો. પ્રેમ જવાબ ઉડાડવા જતો હતો, પણ પછી એને યાદ આવ્યું કે ગામડું છે, શહેર નથી અહીં તો દરેક જણના દરેક પ્રશ્નના ઉત્તર આપવા ફરજિયાત હોય છે. જવાબો ટાળવાથી સામેવાળાના મનમાં શંકા પેદા થાય છે અને શંકા બીજા અનેક સવાલોની જન્મદાત્રી છે.
કરસન પટેલના ઘરે જવું છે; આઇ મીન પટેલવાસમાંમેં ઘર જોયું છે.” પ્રેમે જવાબ પણ વાળ્યો અને પેલાને ટાળ્યો પણ ખરો.
પણ એમ ટળે તો ગામડિયો શાનો ?
કરસન પટેલ તો ગૂજરી ગ્યાકયારુંના…! તમને ખબર નથ્ય ?”
ખબર છે ને ! ખબર છે….” પ્રેમે થૂંક ગળા હેઠ ઉતાર્યું : ”પણ ઘરમાં કોઈક તો હશે ને ?” એને ખબર હતી કે ઘરમાં તારા હતી. હોવી જોઈએ. હજી બે દિવસ પહેલાં સી.જી. રોડ પરના એક શાઁ-રૂમમાં અચાનક ભટકાઈ પડેલા ધરમશીએ માહિતી આપેલી : ”તારા હજુ સુધી પરણી નથી. તેં એની સાથે પરણવાનું વચન આપ્યું હતું ને ! તારી રાહમાં આખી જિંદગી કાઢી નાંખી એણે. ગરીબાઈ આંટો લઈ ગઈ છે બિચારીને. બાપ મરી ગયા પછી ટી.બી. થઈ ગયો છે. ગામવાળાએ બહુ સમજાવી કે લગન કરી લે, પણ છોડી માની નહીં.”
અને પ્રેમ સડક થઈને સાંભળતો રહ્યો. એનાથીહેં ?’ પણ બોલી શકાયું. આજે જલાબાપાના દર્શને જવું છે કહીને એકલો ભાડાની ગાડીમાં નીકળી પડયો. મનમાં એક ઇચ્છા હતી તારાના પગ પકડીને માફી માંગી લેવી. રડતી આંખે પાપ કબૂલી લેવું. સાંભળી શકે તો એને કહેવું કે
તારા, મને માફ કરી દે. પ્રેમ હતો, તોફાની ઉંમરની લગામ વગરની વાસના હતી. તારો દેહ પામવા માટે મારાથી બોલાઈ જવાયેલું કે હું તારી સાથે લગ્ન કરીશ, બાકી મને વખતે પણ ખબર હતી કે હું ભવિષ્યમાં અમેરિકા ચાલ્યો જવાનો છું. મારું વચન મર્દનું વચન નહોતું પણ સામાન્ય પુરૂષનું અતિ સામાન્ય વાકયમાત્ર હતું, એમાં નરી રેતી રેતી હતી, સીમેન્ટ જરા પણ નહોતો. હું દિલગીર છું અને શરમિંદો પણ ! તારા, તું બીજે પરણી જા. જોઈએ તો હું તને સારવાર માટે પૈસા આપું, પણ…”
કરસન પટેલ ગૂજરી ગ્યા ખબર સે, પણ એની દીકરી મરી ગઈ એની ખબર નથી લાગતી તમને ! હજુ ગઈકાલની વાત સે. લ્યો, હવે પાસા જાવ. બે ઘડી પોરો ખાવો હોય તો હાલો, સરપંચની હાઁફિસે…” પેલો ગામડિયો બોલ્યે જતો હતો અને પ્રેમ સ્તબ્ધ થઈને પથ્થરના પૂતળાની જેમ ઊભો હતો.
પેલો હજી ચૂપ થતો હતો : ”હાંભળ્યું સે કે કોઈ વાસનાભૂખ્યા જનાવરે તારાની જિંદગી બગાડી નાંખી. ગામમાં કોઈને એના નામની ખબર નથ્ય, પણ જે દિબેટો પકડાયો તે દિઆવી બનવાનું સે. જીવતો પાછો જાવા દઈએ તો ગામને ફટ કેજો.”
અને પ્રેમને લાગ્યું કે હવે એણે પાછા વળી જવું જોઈએ. વધુ વાર અહીં ઊભા રહેવામાં જોખમ હતું. કોઈને જો સહેજ પણ શક પડયો તો એનાથી પાછું અમેરિકા નહીં જઈ શકાય. એણે રીતસર ગાડીની દિશામાં દોટ મૂકી.
(અમદાવાદ આવીને પત્ની આગળ ખૂબ રડયો. જે પાપની કબૂલાત તારા સમક્ષ કરી શકયો કામ પત્ની સમક્ષ કરી બતાવ્યું. એની ગોરી પત્નીએ સજા ફરમાવી : ”ડુ સમ ચેરીટી વર્ક ઇન મેમરી ઓફ ધેટ પુઅર ગર્લ !” અને પ્રેમ પટેલે માત્ર સુખપરના નહીં, પણ આસપાસના દસ-બાર ગામનાં છોકરાંઓ માટે અભ્યાસની નોટબુકો છુટ્ટા હાથે વહેંચી, બા-કાયદા આગળના પૂંઠા ઉપરસ્વ. તારાનો ફોટોગ્રાફ છપાવીને ! સ્પોન્સરશીપના કોઈ પણ જાતના નામોલ્લેખ વગર , અબલત્ત ! નામ લખવાનું કારણ; થોડી નમ્રતા અને થોડો ડર ! ગામવાળા હજી પેલા પાપીને શોધી રહ્યા છે…!)



છે અવિરત ધૂન તારા નામની, જિંદગી બાકી નથી કંઇ કામની


વેણી બક્ષી ખૂબસૂરત હતી. એની સાથે એનાં ક્લાસમાં ભણતા બધા છોકરાઓ તોફાની, નટખટ અને નફ્ફટ હતા અને હિંમતવાન પણ.
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…’ બકુલેશ રોજ મોડો આવતો અને ક્લાસરૂમમાં એન્ટ્રી મારતી વખતે જાણી જોઇને મોટેથી ગીત ગાતો. ગાતી વખતે એની નજર વેણીની દિશામાં મંડરાયા કરતી.
પહેલેથી ગોઠવી રાખ્યા મુજબ પાછલી બેન્ચ ઉપર બેઠેલો કોઇ વિદ્યાર્થી બૂમ પાડે, ‘છોડ ને યાર! ગીત તો સ્ત્રીઓએ ગાવા માટેનું છે, આપણે પુરુષોએ નહીં.’ બકુલેશ ત્યાં સુધીમાં અંદર આવી ચૂક્યો હોય અને બરાબર બિંદુ પર ઊભો હોય જે પહેલી બેન્ચ ઉપર બેઠેલી વેણીથી માંડ ઇંચ છેટું હોય.
પછી પાછલી બેન્ચવાળાને જવાબ આપતો હોય એવો ડાયલોગ ફટકારે, ‘શું કરું, યાર! મને વેણી ગમે છે. એમાંય મોગરાના ફૂલોની વેણી એટલે તો અધધ..! અહોહો! હાય! માર ડાલા! ગોરી ગોરી. તાજી તાજી. સુંદર મજાની મહેંક ધરાવતી વેણી. આવી વેણી જો એક વાર મારી થઇ જાય તો બંદા ન્યાલ થઇ જાય.’
બકુલેશની છટા, એની અદાકારી અને એનો દ્વિઅર્થી સંવાદ સાંભળીને ખીચોખીચ ભરાયેલો વર્ગખંડ હાસ્યના ઘ્વનિથી ગૂંજી ઊઠતો. બકુલેશના શબ્દોમાં અશ્લીલ કહેવાય એવું કશું હતું, પણ દ્વિઅર્થી અવશ્ય હતું. વેણી બધું સમજી જતી, પણ વિરોધ કરી શકતી હતી.
જો પ્રોફેસર કે પ્રિન્સિપાલને ફરિયાદ કરવા જાય તો બકુલેશની તિજોરીમાં ખુલાસાઓનો ખજાનો હાજર હતો, ‘શું વાત કરો છો, સર? મને તો વાતની ખબર પણ નથી કે રૂપાળી, મહેંકતી, અપ્સરા જેવી સુંદરીનું નામ વેણી છે. હું તો મોગરાના ફૂલોમાંથી બનાવેલી વેણી વિશે વાત કરતો હતો. મને શી ખબર કે ગોરી-ગોરી, નાજુક, કોમળ…’
ઠીક છે! ઠીક છે! મિસ વેણી બક્ષીની સુંદરતા વિશે વધુ કંઇ બોલવાની જરૂર નથી. યુ કેન ગો નાઉ! અને મિસ વેણી, તમારે પણ બકુલેશ જેવા તોફાનીઓ તરફ ઘ્યાન આપવાની જરૂર નથી. તો કોલેજ લાઇફ છે. થોડી નિર્દોષ છેડછાડ અને ગમ્મત ચાલતી રહેવાની.
અલબત્ત, જો કોઇ છોકરો તમારા વિશે સીધી કોમેન્ટ કરે તો અવશ્ય મારું ઘ્યાન દોરજો. આઇ વિલ ડિસમિસ હિમ!’ પ્રિન્સિપાલ બિટવિન ધી લાઇન્સ મોઘમ ધમકી ઉચ્ચારીને મામલા ઉપર ધૂળ ભભરાવી દેતા.
હવે મામલો અટક્યો સીધી કોમેન્ટ ઉપર. બીજે દિવસે નટુ સુથાર નામનો કોલેજિયન નાટકના તખ્તા પર પ્રવેશતો હોય એવી છટાથી ક્લાસરૂમમાં દાખલ થયો. એના જમણા હાથમાં અસલી ફૂલોની વેણી હતી, જેને સૂંઘતા-સૂંઘતાં અધમીંચેલી આંખો સાથે વેણી બક્ષીની બરાબર સામેથી પસાર થયો.
એના સાગરીતે બનાવટી પૂછપરછ કરી, ‘અલ્યા નટિયા! તારા હાથમાં શું છે?’
મારા હાથમાં વેણી છે.’ બંને હાથ હવામાં ફેલાવીને નટુએ શરૂ કર્યું, ‘હાથમાં શા માટે? મારા હૈયામાં, મારા દિમાગમાં, મારા દેહના રોમરોમમાં વેણીની ખૂશ્બુ સમાયેલી છે. વેણીને હું મારા દિલની સાવ પાસે રાખવા માગું છું, જ્યાંથી એને કોઇ છીનવી નહીં શકે.’
છોકરાઓએ બેન્ચો થપથપાવીને ધમાલ મચાવી દીધી. વેણી બક્ષીની હાલત પાતળી થઇ ગઇ.બરાબર સમયે ઘંટ વાગ્યો ને ફિઝિક્સના પ્રોફેસર જાની સાહેબ આવી પહોંચ્યા. કોલાહલ સાંભળીને તાડૂક્યા, ‘શું ચાલી રહ્યું છે બધું? ક્લાસરૂમ છે, શેરબજાર નથી.’
વેણી બક્ષીએ તક ઝડપી લીધી. ઊભાં થઇને ધીમા સ્વરે શક્ય તેટલા ટૂંકાણમાં નટુ સુથારની બદમાશીની ચાડી ફૂંકી દીધી. પ્રો.જાની બગડ્યા, ‘નટુ, વેણી ક્યાં છે?’ નટુએ વેણી બક્ષી તરફ આંગળી ચીંધી, ‘ રહી, સર!’
હું વેણી વિશે વાત નથી કરતો, હું તારી વેણીનું પૂછી રહ્યો છું.’
આહ! મારી વેણી?! બે શબ્દો સાંભળવા કેટલાં ગમે છે! વાહ, મારી વેણી!’ નટુ પાછો ભાવાવેશમાં આવી ગયો.
મિ.નટુ, આઇ વિલ સી ધેટ યુ આર રસ્ટીકેટેડ ફ્રોમ ધી કોલેજ. સાથે ભણતી છોકરીની છેડાછેડ કરવી …’
સર, હું ક્યાં છોકરી વિશે વાત કરું છું? તમે તો હમણાં કહ્યું કે તમે વેણી બક્ષીનું નહીં, પણ મારી વેણી વિશે પૂછી રહ્યા છો!’
યસ, યસ, હોય તે…’ સાહેબ ગૂંચવાયા, ‘વ્હેર ઇઝ યોર વેની?’
નટુએ ડાબી તરફના ખિસ્સામાં સંતાડી દીધેલી વેણી બહાર કાઢી. પ્રો.જાનીએ ઝૂંટવી લીધી. વેણીને તોડી-મચેડીને જમીન ઉપર ફેંકી દીધી. તોયે સંતોષ થયો એટલે બૂટવાળો પગ એની ઉપર મૂકીને વેણીનાં ફૂલોને ચગદી નાખ્યા.
છોકરાઓ ખામોશ. નટુ નાસીપાસ. વેણી બક્ષી વિશ્વવિજેતા. પ્રો.જાની સંતુષ્ટ અને ગર્વષ્ઠ બનીને બ્લેકબોર્ડ તરફ ચાલવા માંડ્યા. ફિઝિક્સનો વિજય ભણાવવા માંડ્યા. એમને થયું કે મામલો પૂરો થઇ ગયો.
બીજા દિવસે ખબર પડી કે મામલો પૂરો નહીં પણ હવે ખરો શરૂ થયો છે. કોલેજની તમામ દીવાલો ઉપર કોલસાથી લખાઇ ગયું હતું : આજકી તાજા ખબર. આજકી તાજા ખબર. અત્યાર સુધી તો માત્ર કોલેજમાં ભણતા છોકરાઓને વેણીમાં રસ હતો. હવે તો પ્રોફેસરો પણ વેણીમાં રસ લેવા માંડ્યા છે.
ગઇ કાલે ફિઝિક્સના પ્રો.જાની સાહેબે વેણીને કચડી નાખી, માસૂમ વેણીને મસળી નાખી! બિચારી નિર્દોષ વેણી એક જાલીમ પુરુષ દ્વારા પીંખાઇ ગઇ!
અને આનાથી ચડિયાતા લખાણોવાળા ચોપાનિયા કોલેજ કેમ્પસમાં ઊડતાં થઇ ગયા. પ્રો.જાની ત્રણ દિવસ સુધી સ્ટાફ રૂમની બહાર નીકળી શક્યા નહીં. વેણી બક્ષીએ એક અઠવાડિયા માટે રજા પાડી દીધી. પછી પણ જ્યારે એણે કોલેજમાં આવવાનું શરૂ કર્યું ત્યારે છેડછાડનું સમૂહગાન ફરી પાછું શરૂ થઇ ગયું.
હવે તો એનાં રૂપની સુગંધ પોતાનાં ક્લાસ પૂરતી સિમિત રહેતાં આખી કોલેજમાં પ્રસરી ગઇ હતી. જ્યાંથી, જ્યારે પણ પસાર થાય કે તરત ત્યાં ઊભેલું ટોળું ગેલમાં આવી જતું.
છોકરાઓ કત્રિમ કરૂણાના ભાવ સાથે મોંમાંથી ડચકારો બોલાવીને આવું વાક્ય બોલી ઊઠતા, ‘ડચડચ! બિચારી વેણી! પ્રોફેસરના હાથે પીંખાઇ ગઇ. એના કરતાં આપણે શું ખોટા હતા?!’
કાયદેસર આમાંના એક પણ શબ્દ વિરુદ્ધ કંઇ થઇ શકે તેમ હતું. વેણી હારી ગઇ. એણે હવે ફક્ત અભ્યાસમાં ઘ્યાન કેન્દ્રિત કરી દીધું. ફરિયાદ કરે તોયે કોની સામે કરે? કેટલાંની સામે કરે? એની બહેનપણીઓએ એને સલાહ આપી જોઇ, ‘વેણી, એક કામ કર! તારું નામ બદલી નાખ!’
શા માટે? નઠારા છોકરાઓથી ડરી જઇને મારું આટલું સરસ નામ હું શા માટે બદલાવી નાખું? આઇ લવ માય નેમ. ઇટ સ્યૂટ્સ માય પર્સનાલિટી.’
વેણીની વાત સાવ સાચી હતી. નાગરકન્યા કોલેજના દિવસો પૂરા થઇ ગયા. તરુણાઇનું તોફાન હવાની પાંખ ઉપર બેસીને ઊડી ગયું. વેણી પરણી ગઇ. એનો પતિ ભાવનગરમાં એક મિલ્ટનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર સ્થિત હતો. એટલે સુગંધનું પૂર ભાવનગરની હવાને ધન્ય કરવા માટે વહી ગયું.
ચાર-પાંચ વર્ષ વીતી ગયા. એક દિવસ બપોરના સમયે વેણી એનાં ઘરમાં એકલી હતી. પતિ ઓફિસમાં ગયેલો હતો. ત્રણ વર્ષનો દીકરો કે.જી.માં ગયો હતો. ત્યાં ફોનની ઘંટડી વાગી.
વેણીએ ભીનો હાથ લૂછતાં-લૂછતાં રીસીવર ઊઠાવ્યું, ‘હેલ્લો! આપને કોનું કામ છે? મારા હસબન્ડ તો ઘરમાં…’
નથી હું જાણું છું, માટે તો મેં સમયે ફોન કર્યો છે.’ સામા છેડે કોઇ પુરુષ બોલી રહ્યો હતો.
વેણી સહેજ ડરી, થોડીક ગુસ્સે થઇ જરાક આશ્ચર્યચકિત બની, ‘તમે કોણ?’
હું તમારો પ્રેમી બોલી રહ્યો છું.’ પુરુષે કહ્યું, પછી તરત એણે અવાજનો ટોન બદલીને હૃદયનો પટારો ખોલી નાખ્યો,
મહેરબાની કરીને આટલું વાક્ય સાંભળીને તમે ફોન કાપી નાખશો. હું કોઇ આવારા, હાલીમવાલી કે મજનુ નથી. મને ખબર છે કે તમે પરણી ચૂક્યાં છો. મેં ફોન એટલા માટે નથી કર્યો કે મારે તમને પામવા છે. સમય મેં કેટલાંક વર્ષો પહેલાં ગુમાવી દીધો છે.’
તો આજે શા માટે ફોન કર્યો છે?’
ફોન તો ક્યારનોય કરવો હતો, પણ નંબર ક્યાં હતો? માંડ તમારો ફોન નંબર મળ્યો છે. તમારી સાથે બે મિનિટ વાત કરવી હતી. વિચાર્યું કે સમય યોગ્ય રહેશે. તમારા પતિ કામ પર ગયા હશે…’
એક મિનિટ પૂરી થઇ ગઇ, હવે એક મિનિટ બચી છે.’ બોલી નાખો, ‘શું કહેવું છે?’
આમ તો ઘણું બધું. પણ બધું કહેવા બેસું તો સાત જન્મો ઓછા પડે. એટલે તો એક વાક્યમાં પતાવ્યું કેહું તમારો પ્રેમી બોલું છું.’ વેણી, હું તમને એટલી તીવ્રતાથી ચાહતો હતો ને ચાહું છું જેટલી તીવ્રતાથી કોઇ ભક્ત ભગવાનને ચાહતો હોય!
મારામાં હિંમત નહોતી માટે વાત યોગ્ય સમયે હું તમને કહી શક્યો. પણ મને લાગે છે કેહું તમને ચાહું છુંએટલું જણાવ્યા વગર હું જગત છોડીને ચાલ્યો જઇશ તો મારો આત્મા અવગતે જશે. માટે ફોન કર્યો. બસ, વધારે કશું નથી કહેવું. તકલીફ બદલ ક્ષમા. ફોન મૂકું છું.’
એક મિનિટ, પ્લીઝ! ફોન કાપી નાખશો.’ વેણીએ ઝડપ કરી, ‘તમે કોણ છો તો તમે કહ્યું નહીં.’
કહેવાની જરૂર નથી.’
હા, જરૂર નથી, કારણ કે હું તમને ઓળખી ગઇ છું. તમારું નામ વ્યાપક વસાવડા છે. રાઇટ? તમે કોલેજમાં મારી સાથે ભણતા હતા. ગોરા-ગોરા, હેન્ડસમ, સૌમ્ય, સંસ્કારી…’
યસ, પણ તમે મને કેવી રીતે ઓળખી પાડ્યો?’
પ્રેમ ક્યારેય ભાષાનો મહોતાજ નથી હોતો, વ્યાપક! હું જોતી હતી કે તમે મારી સામે ટગર-ટગર જોયા કરતા હતા. આખા ક્લાસમાં ફક્ત તમે એક એવા હતા જેણે ક્યારેય મારી મજાક, મસ્તી કે છેડછાડ કરી હતી.
બીજા છોકરાઓ જ્યારે આવું બધું કરતા હતા, ત્યારે તમને દુ: થતું હતું પણ હું જોઇ શકતી હતી. વ્યાપક, સાચું કહું? તમે પણ મને ગમતા હતા. જે વાત તમે આજે મને કહી દીધી વાત જો સમયે જણાવી દીધી હોત, તો..!’
તો?’
તો બીજું શું? આજે આપણે ફોન પર વાત કરતાં હોત! હૃદયમાં ઊઠતી સાચી લાગણીને વ્યક્ત કરવા માટે સાચો સમય અને સાચી હિંમતની જરૂર હોય છે. હોય તો કિસ્મતમાં બચે છે : ધૂળ, ધુમ્મસ ને ધુમાડો!’

SAURASTRA NI RASHDHARA

આનું નામ તે ધણીઝવેરચંદ મેઘાણી

[ ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’ માંથી સાભાર ]દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા.શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે. વિચાર કરે છે કેઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રેશે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા.ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશેઅજવાળું થશેતો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના દરબારજેની ચોરી હતી તેગજાભાઈ ગોહિલ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો બહાર તગતગતી હતી.જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જગા પટેલે, ગરજવાનને અક્કલ હોય હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે જુવાન ! જરાક ગાડું સમું કરાવતો જા ને.’
અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કેમારા રાજભાગનો બાજરો આપવો પડે ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશેશરમાશે. માટે પટેલ પોતાને ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.
હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા. વાત બન્યા ને આશરે એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કેમારે આવા દરબારના ગામમાં રહેવું નથી.’હવાલદારે પણ તોછડાઈથી કીધું કેત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કેદરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! અમને નથી પરવડતું.’દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કેબાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કેપટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક વાત બોલાઈ ગઈ કેઆનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ વાતમાંયે હું ભોંઠો પડું દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.
તેના વંશજો હાલ પણ ગામમાં રહે છે. વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે. (.. 1923 ની સાલમાં) [આવો બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે.]

Shavariyo re maro Shavariyo....
Nayan Ne Band Rakhi Ne- Gazal
Paan Lilu Joyu Ne Tame Yaad Avya  
Ho Raaj Mane Lagyo Kashumbi No Rang
Heji Tara Anganiya Pusi ne
Jay Garavi Gujarat 


Flag Counter"> Free Hit Counter